Monday, November 9, 2026
HomeGujaratમોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સર્વ જ્ઞાતિ માટે નિઃશુલ્ક આરોગ્ય નિદાન અને સારવાર...

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સર્વ જ્ઞાતિ માટે નિઃશુલ્ક આરોગ્ય નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

ઓર્થોપેડિક અને જનરલ મેડિસિનના નિષ્ણાત તબીબો આપશે સેવા, જરૂરિયાત મુજબ નિઃશુલ્ક એક્સ-રે અને દવાઓ પણ અપાશે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સર્વ જ્ઞાતિના લોકો માટે તા. ૧૫ નવેમ્બરના રોજ શનાળા રોડ સ્થિત ધન્વંતરી ભવન ખાતે નિઃશુલ્ક આરોગ્ય નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સર્વ જ્ઞાતિના લોકોના આરોગ્યની સુખાકારીના હેતુથી આગામી તા. ૧૫-૧૧-૨૦૨૬, રવિવારના રોજ સવારે ૧૧થી બપોરે ૧ વાગ્યા સુધી નિઃશુલ્ક ઓર્થોપેડિક અને જનરલ મેડિસિન સારવાર તથા નિદાન કેમ્પ યોજાશે. આ કેમ્પ શનાળા રોડ, ૧/૩, કાયાજી પ્લોટ સ્થિત ધન્વંતરી ભવન ખાતે યોજાશે.

કેમ્પમાં ઓર્થોપેડિક વિભાગ હેઠળ ગોઠણ અને થાપાના સાંધા બદલાવવા, હાડકાંના ફ્રેક્ચર, કમરનો દુખાવો, સાયટિકા, સાંધાના દુખાવા, લિગામેન્ટ અને સ્પોર્ટ્સ ઇન્જરી સહિતની સમસ્યાઓની સારવાર તથા દૂરબીનથી થતા ઓપરેશન અંગે માર્ગદર્શન આપવામાં આવશે. જ્યારે જનરલ મેડિસિન વિભાગમાં બીપી, ડાયાબિટીસ, ફેફસાં, મગજ, લીવર અને કિડનીના રોગો, વિવિધ પ્રકારના તાવ તેમજ પેટ અને આંતરડાના રોગોની સારવાર કરવામાં આવશે. આ ઉપરાંત જરૂરિયાત મુજબ નિઃશુલ્ક એક્સ-રે અને દવાઓ પણ આપવામાં આવશે.

કેમ્પ અંગે વધુ માહિતી માટે ડો. બી. કે. લહેરૂ (મો. ૯૯૧૩૨ ૨૨૨૮૩), ભુપતભાઈ પંડ્યા (૯૮૨૫૬ ૭૧૬૯૮), નરેન્દ્રભાઈ મહેતા (૯૪૨૮૩ ૪૭૭૫૯) તથા ડો. આશિષ ત્રિવેદી (૯૧૦૬૮ ૨૦૯૭૦)નો સંપર્ક કરી શકાશે.

આ આયોજનમાં મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજની કારોબારી સહિત વિવિધ સામાજિક સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે. આયોજકો દ્વારા સર્વ જ્ઞાતિના લોકોને આ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. આગામી સમયમાં બ્લડ ગ્રુપિંગ કેમ્પ અને યુવક-યુવતી પરિચય સંમેલનનું પણ આયોજન કરવામાં આવશે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!