Monday, November 9, 2026
HomeGujaratદિવાળીના તહેવારમાં મોરબી ફાયર વિભાગની સતત દોડધામ: ,નાના મોટા ૩૫ ફાયર કોલમાં...

દિવાળીના તહેવારમાં મોરબી ફાયર વિભાગની સતત દોડધામ: ,નાના મોટા ૩૫ ફાયર કોલમાં સવાર સુધી દોડધામ કરતી ફાયર ટીમ

દિવાળીના દિવસે સવારથી બીજા દિવસની સવાર સુધી ૩૫ જેટલા ફાયર કોલ મળ્યા, ફાયર ટીમે આખી રાત કામગીરી કરી

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગ દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન આગની વિવિધ ઘટનાઓને પહોંચી વળવા સતત કામગીરી કરવામાં આવી હતી. 

દિવાળીના દિવસે સવારથી બીજા દિવસની સવાર સુધીમાં નાના-મોટા મળી અંદાજે ૩૫ ફાયર કોલમાં ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, દિવાળીના દિવસે ફાયર વિભાગને મળેલા મોટાભાગના કોલ ફટાકડાંના કારણે આગ લાગવાની ઘટનાઓને લગતા હતા. તહેવાર દરમિયાન ફાયર વિભાગની ટીમ આખી રાત સતત દોડતી રહી હતી.

આગની ઘટનાઓને તાત્કાલિક પહોંચી વળવા માટે શહેરમાં ચાર અલગ-અલગ સ્થળોએ ફાયર વિભાગની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. જેના કારણે કોલ મળતાની સાથે જ ટીમોએ ઝડપી રિસ્પોન્સ આપ્યો હતો અને સમયસર આગ પર કાબૂ મેળવી મોટી દુર્ઘટના તેમજ જાનમાલનું મોટું નુકસાન થતું અટકાવવામાં સફળતા મેળવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!