શ્રી ટંકારા મિત્ર મંડળ દ્વારા માનવસેવાના ઉત્તમોત્તમ કાર્યના ભાગરૂપે ટંકારા મુકામે આવેલ એમ.પી. દોશી વિદ્યાલય ખાતે એક વિશાળ ‘નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મોરબીના જાણીતા સ્પેશિયાલિસ્ટ તથા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ઉપસ્થિત રહીને દર્દીઓનું નિદાન તથા માર્ગદર્શન પૂરું પાડશે.
કેમ્પ તારીખ ૯-૮-૨૦૨૬ (રવિવાર) સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી એમ.પી. દોશી સ્કૂલ, ટંકારા ખાતે રહશે જેમાં , ડો. ભૌમિક કે. સરડવા – એમ.ડી. (મેડીસીન) ક્રિટીકલ કેર નિષ્ણાંત – એથિકસ હોસ્પિટલ અને આઇસીયુ, ડો. ઋષિ વાંસદડીયા – એમ.એસ. (જનરલ સર્જન) – સ્ટાર સર્જિકલ એન્ડ ઇમેજિંગ સેન્ટર, ડો. દિવ્યેશ જેતપરીયા – એમ.એસ. (ઓર્થોપેડીક) ઓર્થોસ્કોપિક સર્જન – મંત્ર ઓર્થોપેડીક હોસ્પિટલ, ડો. દીપ ભાડજા – એમ.ડી. (સાયકિયાટ્રી) મનોચિકિત્સક નિષ્ણાંત – મન હોસ્પિટલ, ડો. નિધિ બી. સરડવા – એમ.ડી. (માઇક્રોબાયોલોજી) લેબોરેટરી સ્પેશિયાલિસ્ટ – માઇક્રોકેર ડાયગ્નોસ્ટિક લેબોરેટરી, ડો. કલ્પેશ રંગપરીયા – ચામડીના રોગના નિષ્ણાંત – ત્વચા સ્ક્રીન હોસ્પિટલ, ડો. અંકિતા કાંજીયા – ગાયનેકોલોજીસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાંત) – નક્ષત્ર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, ડો. આનંદ ભટાસણા – એમ.એસ. (ENT – કાન, નાક, ગળાના સર્જન) – આનંદ ENT ફિઝિયોથેરાપી હોસ્પિટલ, ડો. તન્વી એ. ભટાસણા – (PT) MPT NEURO (કસરતના નિષ્ણાંત ડોક્ટર) – આનંદ ENT ફિઝિયોથેરાપી હોસ્પિટલ હાજર રહશે
શ્રી ટંકારા મિત્ર મંડળ દ્વારા ટંકારા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના તમામ દર્દીઓને આ નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી અને સંપર્ક માટે: સુકેતુ રાવલ (ભોપલીભાઈ) : મો. ૯૮૭૯૦ ૧૮૧૮૫ પ્રતિક આચાર્ય (લાલાભાઈ): મો. ૯૫૦૯૫ ૫૫૨૫૫






