Tuesday, August 4, 2026
HomeGujaratવાંકાનેર:મહિકામાં પતિએ જમવાનું વહેલું બનાવવાનું કહેતા મનમાં લાગી જતાં પત્નીએ ઝેરી દવા...

વાંકાનેર:મહિકામાં પતિએ જમવાનું વહેલું બનાવવાનું કહેતા મનમાં લાગી જતાં પત્નીએ ઝેરી દવા પી આપઘાત કર્યો

વાંકાનેર તાલુકાના મહિકા ગામે પતિએ જમવાનું વહેલું બનાવવાનું કહેતા મનમાં લાગી આવતાં પત્નીએ ઝેરી દવા પી લીધી હતી. ત્યારે સારવાર દરમિયાન તેમનું મોત થતાં પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના મહિકા ગામે સીરાજભાઈ બાદીની વાડીએ રહેતા સીતાબેન રાજેશભાઈ રજાક ઉવ.૪૬ મૂળ પંચમહાલ જીલ્લાના ભંડોઈ મવડી ફળીયુંના વતનીને પતિ રાજેશભાઈએ જમવાનું વહેલું બનાવવાનું કહેતાં જે વાતનું મનમાં લાગી આવતાં સીતાબેને ઝેરી દવા પી લીધી હતી. જેથી તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!