Friday, March 29, 2024
HomeGujaratમોરબીમાં બે સ્થળે જુગારનાં દરોડા : ૧૪ ઝડપાયા

મોરબીમાં બે સ્થળે જુગારનાં દરોડા : ૧૪ ઝડપાયા

મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે નઝરબાગ રેલવે સામે બાવળની કાંટમાં જાહેરમાં જુગાર રમતાં અયુબભાઈ કાસમભાઈ પઠાણ, ચંદુલાલ લાલજીભાઈ સનારીયા, રાયધનભાઈ મોહનભાઈ સાતોલા, ચંદુભાઈ પોપટભાઈ સીરોહીયા, કેશુભાઈ લાખાભાઇ ચાવડા, રતિલાલભાઈ અરજણભાઈ પરમાર, હરીભાઇ કલાભાઈ મકવાણા, હનીફભાઈ ઈસ્માઈલભાઈ જુણેજા, વસંતભાઈ ગોવિંદભાઈ ચાવડા એમ કુલ ૯ ઈસમોને રોકડા રૂ.૩૮,૭૦૦/- સાથે ઝડપી પાડ્યા હતાં. તો બીજા દરોડામાં પોલીસે ભીમસર વિસ્તારમાં અરૂણોદય સર્કલ નજીક મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ગોવિંદભાઈ નાથાભાઈ વિકાણી, મેરામભાઈ કરશનભાઈ દેલવાણીયા, રાયધનભાઈ કરશનભાઈ દેલવાણીયા, નરેશભાઈ માનસીંગ આમેણીયા, મહેન્દ્રભાઈ વિરમભાઈ કુંઢીયા એમ કુલ પાંચ ઈસમોને રોકડા રૂ. ૧૧,૨૬૦/- સાથે ઝડપી પાડ્યા હતાં. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે તમામ ૧૪ ઈસમો વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!