Saturday, April 27, 2024
HomeGujaratવાંકાનેર : ધમલપર ગામે સ્ટ્રીટ લાઈટનાં અંજવાળે જુગાર રમતાં પાંચ ઝડપાયા, એક...

વાંકાનેર : ધમલપર ગામે સ્ટ્રીટ લાઈટનાં અંજવાળે જુગાર રમતાં પાંચ ઝડપાયા, એક ફરાર

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે વાંકાનેરનાં ધમલપર-૨ ગામની પ્રાથમિક શાળા પાછળ આવેલ શેરીમાં સ્ટ્રીટ લાઈટનાં અંજવાળે તીનપતીનો જુગાર રમતા દિનેશભાઈ ગોવિંદભાઈ મોરવાડીયા, અજીતભાઈ પ્રતાપભાઈ અબાસણીયા, મહેશભાઈ કરશનભાઈ ચાવડા, કલ્પેશભાઈ ગાંડુભાઈ તલસાણીયા અને અર્જુનભાઈ પ્રતાપભાઈ અબાસણીયા એમ કુલ પાંચ ઈસમોને રોકડા રૂ. ૭૫૪૦/- સાથે ઝડપી પાડ્યા હતાં. જ્યારે રેઈડ દરમ્યાન આરોપી રવિભાઈ શંકરભાઈ કાંજીયા નાશી છુટ્યો હતો. પોલીસે તમામ ૬ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!