આજરોજ માળિયા(મી.) પોલીસ ટીમે જશાપર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી જશાપર ગામે તળાવ પાસે જીનની પાછળ બાવળની કાંટમાં જુગાર રમતા ચંદુભાઈ મુળુભાઈ ચાવડા, મુળુભાઈ નરસંગભાઈ ચાવડા, હમીરભાઈ વસરામભાઈ ચાવડા, નિર્મળભાઈ મુળુભાઈ કાનગડ, ધીરૂભાઈ વિરાભાઈ કાનગડ, પ્રવીણભાઈ નરશીભાઈ આદ્રોજા, દેવાયતભાઈ જેસંગભાઈ મંઢ અને રમેશભાઈ મગનભાઈ સરડવા એમ આઠ ઈસમોને રોકડ રકમ રૂ ૫૨,૭૦૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
આ કામગીરીમાં પીએસઆઈ એન. એચ. ચુડાસમા, પો.હેડ.કોન્સ. શેખાભાઈ મોરી, અજીતસિંહ પરમાર, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, પો.કોન્સ. સંજયભાઈ રાઠોડ તથા જયપાલભાઈ લાવડીયા સહિતનાઓ રોકાયેલા હતાં.