માળીયા (મી.)ના વવાણીયા ગામે રહેતા અને ડ્રાઈવીંગનાં વ્યવસાય સાથે સંકળાયેલા માવજીભાઇ જીવાભાઇ મોરવાડીયા (ઉ.વ.૬૦) એ આરોપીઓ સવજીભાઇ જીવાભાઇ, રવિભાઇ સવજીભાઇ, મનસુખભાઇ મેરૂભાઇ થરેસા, નવઘણભાઇ બાબુભાઇ થરેસા, રાજુભાઇ બાબુભાઇ થરેસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૩ ના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં આરોપી સવજીભાઈ ફરીયાદીના સગા નાના ભાઇ થતા હોય જેને ફરીયાદીએ ઠપકો આપતા આરોપી સવજીભાઈ તથા આરોપી રવિભાઈ સાથે ઝગડો થતા આરોપીઓેએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી સવજીભાઈએ ફોન કરી અન્ય આરોપીઓને બોલાવતા આરોપીઓએ આવી આરોપી સવજીભાઈનો પક્ષ લઇ ગાળો આપતા સાથેનાં બાવલાભાઇએ ગાળો આપવાની ના પાડતા આરોપીએ બાવલાભાઇને પકડી રાખી આરોપીએ ફરીયાદી તથા સાથેના બાવલાભાઈને મારી નાખવાના ઇરાદે પેટનાં ભાગે છરીના ઘા મારી ગંભીર જીવલેણ ઇજા પહોચાડી હતી તેમજ શરીરે છરી વતી નાની-મોટી ઇજા કરી હતી. બનાવની ફરિયાદનાં આધારે માળીયા(મી.) પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.