કોડીનાર ખાતે આવેલ ન્યુ એરા સિનેમામાં ફાયર સેફ્ટી બાબતોના નિયમોનું પાલન નહિ થતાં તેમજ છેલ્લા ઘણા સમયથી સિનેમા લાયસન્સ રીન્યુ નહિ કરવામાં આવતા જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચનાથી કોડીનાર મામલતદાર દ્વારા સિનેમા બિલ્ડિંગ સિલ કરવા માટેની કામગીરી હાથ ધરાઈ હતી.
મળતી માહિતી અનુસાર, કોડીનાર ખાતે આવેલ ન્યુ એરા સિનેમામાં ફાયર સેફ્ટી નિયમોનું પાલન થતું ન હોવાથી તેમજ ઘણા લાંબા સમયથી સિનેમા લાયસન્સ રીન્યુ ન કર્યું હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ ડી જાડેજા દ્વારા જાહેર જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજરોજ સિનેમાનું લાયસન્સ ગુજરાત સિનેમા રુલ્સ – ૨૦૧૪ ના નિયમ – ૧૩૬ ની જોગવાઇ આધારે સસ્પેન્ડ કરી મામલતદાર કોડીનારને સિનેમા બિલ્ડિંગ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ મેઝર્સ રુલ્સ – ૨૦૨૧ ના નિયમ ૧૪(૧) મુજબ થર્ડ શેડ્યુઅલ સમાવેશ થતો હોવાથી સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવાનો હુકમ કર્યો હતો. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલ માર્ગદર્શન હેઠળ કોડીનારના મામલતદાર દ્વારા સિનેમા બિલ્ડિંગ સીઝ કાર્યવાહી કાર્યવાહી હાથ ધરાઇ હતી.