મોરબી શહેરના કબીર ટેકરી વિસ્તારમાંથી ગેરકાયદે પિસ્ટલ સાથે સીન સપાટા નાખતા બકરીને પોલીસે પકડી લઈ આગળની કાર્યવાહી આદરી છે.
મોરબીમાંથી વધુ એક ગેરકાયદે પિસ્ટલ હથિયાર ઝડપાયુ છે જેમાં મોરબી શહેરના કબીર ટેકરી શેરી નં.ર ના નાકા પાસે જાહેર રોડ ઉપર એક શખ્સ ગેરકાયદે હથીયાર સાથે ઉભો હોય જેની સીટી એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફને જાણ થતા પોલીસે દોડી જઇ શંકાસ્પદ હાલતમાં રહેલ આરોપી અસલમભાઈ ઉર્ફે બકરી હુસેનભાઈ કુરેશી (ઉ.વ .૨૮)રહે . કબીર ટેકરી શેરી નં .૨ વોકળાના કાંઠે મોરબીવાળાની તપાસ કરતા આરોપીના કબ્જામાંથી સેમી ઓટોમેટીક પીસ્ટલ મળી આવી હતી જેથી પોલીસે પીસ્ટલની કી.રૂ. ૧૦૦૦૦ ગણી મુદામાલ કબજે કરી આરોપીની અટક કરી ધોરણસરની કાર્યવાહી આદરી છે.
આ કામગીરી પીઆઇ જે.એમ.આલ, પીએસઆઇ એસ.એમ.રાણા, એ.એસ.આઈ. જે.એ.ઝાલા, કોન્સ્ટેબલ અરવિંદભાઈ ગડૈયા, સિધ્ધરાજભાઈ લોખીલ, સંજયભાઇ બાલાસરા, સમરતસિંહ ઝાલા સહિતના જોડાયા હતા.