Sunday, August 9, 2026
HomeGujaratહળવદ: પરિણીત ઢગાએ લગ્નની લાલચ આપી ૧૯ વર્ષીય યુવતીનો દેહ ચુથ્યો

હળવદ: પરિણીત ઢગાએ લગ્નની લાલચ આપી ૧૯ વર્ષીય યુવતીનો દેહ ચુથ્યો

પરિણીત યુવકે રાજકોટમાં લગ્ન કરી સાથે રહેવાની લાલચ આપી યુવતીને ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના એક ગામમાં ૧૯ વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર શરીર સંબંધ બાંધ્યા બાદ લગ્ન કરવાનો ઇનકાર કર્યાની ફરિયાદ નોંધાઈ છે. હાલ પીડિત યુવતીની ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, હળવદના ગ્રામ્યમાં રહેતી યુવતીનો આરોપી ગૌરાંગભાઈ હસમુખભાઈ બાવાજી સાથે પરિચય થયા બાદ બંને વચ્ચે મોબાઇલ અને વોટ્સએપ મારફતે વાતચીત શરૂ થઈ હતી. આરોપીએ યુવતીને પોતાની સાથે લગ્ન કરવાની તેમજ રાજકોટમાં મકાન રાખીને સાથે રહેવાની લાલચ આપી તેને પોતાના ઘરે બોલાવી શરીર સંબંધ બાંધ્યો હતો. અને ત્યારબાદ પણ યુવતી સાથે અનેકવાર શરીર સંબંધ બાંધ્યો હતો.

જે બાદમાં આરોપીએ પોતે પરિણીત હોવાનું કહી યુવતી સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. સમગ્ર બનાવ અંગે યુવતીએ પરિવારજનોને જાણ કર્યા બાદ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કલમ ૬૯ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!