Sunday, August 9, 2026
HomeGujaratહળવદના કડીયાણા ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૬ ઝડપાયા

હળવદના કડીયાણા ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૬ ઝડપાયા

હળવદ તાલુકાના કડીયાણા ગામે જાહેર રોડ પર સ્ટ્રીટ લાઇટના અજવાળામાં ગંજીપત્તાના પાના વડે રૂપિયાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા ખોડાભાઈ ઠાકરશીભાઈ દેત્રોજા ઉવ.૪૦, હરેશભાઈ મેલજીભાઈ ડઢયા ઉવ.૨૫, પ્રવિણભાઈ ધનજીભાઈ ડહૈયા ઉવ.૨૮, વિજયભાઈ ધીરજભાઈ સારોલાં ઉવ.૩૦, રાયમલભાઈ સેલાભાઈ ઠુંગા ઉવ.૩૯ અને મુકેશભાઈ ધનાભાઈ રાતડીયાં ઉવ.૩૦ બધા રહે. કડીયાણા તા.હળવદ વાળાને રોકડા રૂ.૮,૮૦૦/-સાથે ઝડપી લેવાયા હતા. હાલ હળવદ પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!