Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીમાં કારખાનાઓમાંથી કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર આરોપી ઝડપાયા, એક ફરાર

મોરબીમાં કારખાનાઓમાંથી કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર આરોપી ઝડપાયા, એક ફરાર

તાલુકા પોલીસ મથકની સર્વેલન્સ ટીમે રૂ.૩.૧૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકામાં બે અલગ અલગ કારખાનામાં થયેલી કોપર વાયર ચોરીના ગુનાનો તાલુકા પોલીસે ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીમાં ગયેલ કોપર વાયર તથા ચોરી કરવા ઉપયોગમાં લીધેલ વાહનો સહિત રૂ.૩.૧૧ લાખનો મુદ્દામાલ કબ્જે લીધેલ, આ સાથે એક આરોપી તથા તપાસમાં ખુલ્લે તેને ફરાર જાહેર કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે અલગ અલગ કોપર વાયર ચોરીના ગુનાઓ અંગે લાંબા સમયથી તપાસ ચાલુ હોય ત્યારે તાલુકા પોલીસ મથક પીઆઇના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ માધ્યમથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે મોરબી-જેતપર રોડ પર સનટોન સિરામિક કારખાના સામે આવેલ શ્રી કેરમાતા સ્ક્રેપના ડેલામાં દરોડો પાડી ચોરીમાં સંડોવાયેલા ચાર આરોપીઓમાં એઝાજ ઉર્ફે માથારો અબ્દુલભાઇ આરબ રહે-પાડા પુલ નિચે ઝુપડપટ્ટીમાં મોરબી-૦૨, દિપકભાઇ ઉર્ફે આયુસ મંગીલાલ દેવડા રહે. પાડા પુલ નીચે મુળગામ- ઇન્દ્રા ગાર્ડન કોલોની બદનાવલ જી.ધાર રાજ્ય મધ્યપ્રદેશ, કિશનગીરી કૈલાશગીરી ગૌસ્વામી રહે-રામ ઘાટ સબ જેલની પાછળ મોરબી તથા ધરમચંદ લાફ઼લાલ ગુર્જર રહે. રંગપર બેલા ગામે શ્રી કેરમાતા સ્ક્રેપ મહાદેવ હોટલની બાજુમાં જેતપર રોડ તા.જી.મોરબી મુળ રહે- નરીનપુરા તા.કાલેસરીયા જી- રાજસમઢ (રાજસ્થાન) વાળા પાસેથી પોલીસે કુલ ૧૯૮ કિલો પ્લાસ્ટિક કવરવાળો કોપર વાયર, ૧૨૩ કિલો શુદ્ધ કોપર વાયર, એક સ્પ્લેન્ડર મોટરસાયકલ અને એક ઓટોરિક્ષા મળી કુલ રૂ.૩,૧૧,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

હાલ આ કેસમાં બીકરામ ઉર્ફે વિક્રમ આંબલિયા રહે.પાડા પુલ નીચે મોરબી નામના એક આરોપી ફરાર દર્શાવવામાં આવ્યો છે. જેને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!