Thursday, May 21, 2026
HomeGujaratહળવદ: કોર્ટ કેસમાં સમાધાનનું કહી માતા-પુત્ર પર હુમલો, ઘરવખરીમાં તોડફોડ

હળવદ: કોર્ટ કેસમાં સમાધાનનું કહી માતા-પુત્ર પર હુમલો, ઘરવખરીમાં તોડફોડ

સજા થવાની ભીતીએ માથાભારે શખ્સોએ ધારીયા સાથે ઘરમાં ઘુસી તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી.

- Advertisement -
- Advertisement -

હળવદ: કોર્ટમાં ચાલી રહેલ ગંભીર કેસમાં સમાધાન કરવા દબાણ કરી માતા-પુત્ર સાથે મારામારી તેમજ ઘરવખરી અને વાહનમાં તોડફોડ કરવાના મામલે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ આરોપીઓ સમાધાન માટે દબાણ કરતા હોય , પરંતુ સમાધાન માટે પીડિત પરિવાર દ્વારા ઇનકાર કરતા જે બાબતે ઉશ્કેરાયેલ માથાભારે શખ્સોએ માતા-પુત્રને મૂંઢ માર માર્યો હતો.

મળતી માહિતી અનુસાર, હળવદ ત્રણ રસ્તા નજીક રહેતા ફરિયાદી ઉમાબેન સુરેશભાઈ વિરગામીયાએ હળવદ પોલીસ મથકમાં આરોપીઓ અરજણ ઉર્ફે અજુ જીવરાજભાઈ દેવીપૂજક, ગગજી જીવરાજભાઈ દેવીપૂજક તથા જીતેશ ઉર્ફે ભુરો જીવરાજભાઈ દેવીપૂજક બધા રહે. હળવદ ભવાનીનગર ઢોરો વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, આરોપી અરજણ ઉર્ફે અજુએ તેમના દીકરાને કોર્ટ કેસમાં સમાધાન કરવા કહ્યું હતું. જે બાબતે ઇનકાર કરતા તેની સાથે ઝઘડો કરી મારામારી કરવામાં આવી હતી. બાદમાં આરોપી અજુ સહિત ગગજી અને જીતેશ ઉર્ફે ભુરો ધારીયા સાથે ઘરમાં ઘુસી ફ્રીજ, ટીવી, ગેસ, કુલર સહિત ઘરવખરી અને વાહનમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યુ હતું.

આરોપીઓએ ફરિયાદી પરિવારને જાનથી મારી નાખવાની તેમજ ઝૂંપડું સળગાવી દેવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર મામલે હળવદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!