Wednesday, January 22, 2025
HomeGujaratહળવદ પોલીસે બે આરોપીને પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કર્યા

હળવદ પોલીસે બે આરોપીને પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કર્યા

હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા હેઠળ ડિટેઇન કરી અમદાવાદ તથા વડોદરા જેલ હવાલે હળવદ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. બંને ઈસમો પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા છે જેમની પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપતા પાસા મંજૂર કરવામાં આવ્યા છે….

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવ, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લા તેમજ નાયબ પોલીસ અધિક્ષક વાકાનેર ડિવીઝન સમીર સારડા દ્વારા પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પાસા દરખાસ્ત કરવા સુચના આપી હતી. જે અનુસંધાને હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસે હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ કે.બી.ઝવેરી (IAS) મોરબીએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ મયુરસિંહ અખુભા ઝાલા રહે. રામપરા તા.ધ્રાંગધ્રા અને સંજયભાઇ હસમુખભાઇ દેકાવડીયા રહે. ભવાનીગઢ(જોકડા) તા.મુળી બંને આરોપીઓના પાસા વોરંટ ઇસ્યુ કર્યા હતા. જે બંને ઇસમોને અટાકાયત કરવા માટે અલગ અલગ ટીમ બનાવી બંને ઇસમનો પાસા એકટ તળે ડિટેઇન કરી અમદાવાદ / વડોદરા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

જેમાં આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સ્પેકટર હળવદ પોલીસ સ્ટેશન, એ.એસ.આઇ. અજીતસિંહ નટુભા, એ.એસ.આઈ. રમેશભાઈ મહાદેવાભાઇ, પોલીસ હેડ કોન્સ્ટેબલ લાલભા રઘુભા, શકિતસિંહ બહાદુરસિંહ, વિપુલભાઇ સુરેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ, હરપાલસિંહ રાજુભાઇ, હિતેશભાઇ મહાદેવભાઇ, પ્રફુલભાઇ હરખાભાઇ, મનોજભાઈ ગોપાલભાઈ તેમજ જયદિપભાઈ ઘોઘજીભાઈ વિગેરે સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!