Saturday, June 13, 2026
HomeGujaratખેતરડી ગામે હળવદ પોલીસનો દરોડો: ૨૭૦૦ લીટર આથો અને ૫૦ લીટર દેશી...

ખેતરડી ગામે હળવદ પોલીસનો દરોડો: ૨૭૦૦ લીટર આથો અને ૫૦ લીટર દેશી દારૂ ઝડપાયો

હળવદ તાલુકાના ખેતરડી ગામની સીમમાં હળવદ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દેશી દારૂ બનાવવાનો ૨૭૦૦ લીટર ઠંડો આથો અને ૫૦ લીટર દેશી દારૂ સહિત રૂ.૭૭,૫૦૦/-નો પ્રોહિબિશન મુદામાલ કબજે કર્યો હતો. દરોડા દરમિયાન મુખ્ય આરોપી સ્થળ ઉપરથી હાજર નહિ મળી આવતા પોલીસે તેને ફરાર દર્શાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ખેતરડી ગામની સીમ વિસ્તારમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે રેઇડ હાથ ધરી હતી. જે દરમિયાન સ્થળ પરથી દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો ૨૭૦૦ લીટર ઠંડો આથો તેમજ ૫૦ લીટર તૈયાર દેશી દારૂ એમ કુલ રૂ.૭૭,૫૦૦/-નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન આરોપી હર્ષદ મૈયાભાઈ દેકાવાડિયા રહે.ખેતરડી ગામ તા. હળવદ વાળો સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા પોલીસે તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ તથા તપાસમાં ખુલ્લે તેની સામે ગુનો નોંધી ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!