Friday, June 12, 2026
HomeGujaratમાળીયા મી.માં હત્યા અને આર્મ્સ એક્ટના ગુનામાં ફરાર બે આરોપી ઝડપાયા

માળીયા મી.માં હત્યા અને આર્મ્સ એક્ટના ગુનામાં ફરાર બે આરોપી ઝડપાયા

માળીયા-મિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યા, ગુનાહિત ષડયંત્ર અને આર્મ્સ એક્ટના ગંભીર ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા હથિયાર અને મોબાઇલ ફોન પણ કબ્જે કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગના માર્ગદર્શન હેઠળ શરીર અને મિલકત સંબંધિત ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા નાસતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત માળીયા-મિયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન માળીયા-મિયાણા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુનો રજીસ્ટર નં. 0474/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 103(1), 189(1), 189(4), 190, 61(2)(એ), 3(5), આર્મ્સ એક્ટની કલમ 25(1)(બી), 27(1), 27(2) તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ નોંધાયેલા ગુનાના આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન આરોપી સફીરભાઈ મુસાભાઈ મોવરને ગઈકાલે 11 જૂન 2026ના રોજ સાંજે 6:15 કલાકે ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજા આરોપી મયુદીનભાઈ મહેબુબભાઈ કટીયાને તે જ દિવસે સાંજે 7:15 કલાકે પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન બંને આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો તેમજ મોબાઇલ ફોન કબ્જે કરવામાં આવ્યા છે. બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે હસ્તગત કરી વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!