Sunday, June 21, 2026
HomeGujaratહળવદના સેવાભાવી નવયુવાન અને જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે દ્વારા ૪૫મી વખત...

હળવદના સેવાભાવી નવયુવાન અને જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે દ્વારા ૪૫મી વખત રક્તદાન

હળવદના સેવાભાવી નવયુવાન તથા જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી તપનભાઈ દવે દ્વારા માનવસેવાના ઉત્તમ કાર્યને આગળ વધારતા મોરબી ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૪૫મી વખત સ્વૈચ્છિક રક્તદાન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

રક્તદાન બાદ શ્રી તપનભાઈ દવેએ જણાવ્યું હતું કે, “રક્તદાન એ મહાદાન છે. આપણા થોડા સમય અને એક યુનિટ રક્તથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને નવું જીવન મળી શકે છે. સમાજના વધુમાં વધુ યુવાનો નિયમિત રક્તદાન માટે આગળ આવે તે આજના સમયની જરૂરિયાત છે.”

આ અવસરે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ તેમના સેવાભાવ અને સમાજ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી હતી. સતત ૪૫મી વખત રક્તદાન કરીને શ્રી તપનભાઈ દવેએ સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સમાજસેવા અને માનવ કલ્યાણના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા શ્રી તપનભાઈ દવેનું આ કાર્ય યુવા પેઢી માટે પ્રેરણારૂપ બનશે અને વધુમાં વધુ લોકો સ્વૈચ્છિક રક્તદાન તરફ પ્રેરાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!