પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ઇશ્વરનગર ગામે રહેતા અમરતબેન વેલજીભાઇ કાચરોલા (ઉં.વ.૫૦) નામના મહિલાને શરીરે બહુ ખંજવાળ આવતી હોય અને બળતરા થતી હોવાથી બીમારીથી કંટાળીને અનાજમાં નાખવાની ઝેરી દવા પી લેતા મૃત્યુ થયું હતું. હળવદ પોલીસે બનાવની નોંધ કરી વધુ હાથ ધરી છે.