પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના જુના દેવળિયા ગામના રહેવાસી પ્રેમ રાજેશભાઈ ભોરણીયા (ઉ.વ.૧૬)એ હળવદ પોલીસ મથકમાં ગુમશુધા નોંધાવી છે કે તેની માતા સીમાબેન રાજેશભાઈ ભોરણીયા (ઉ.વ.૩૯) ગત તા. ૦૮ માર્ચનાં રોજ તેની ત્રણ બહેનો તુલસી, ડોલી અને હનીને લઈને હળવદ ખરીદી કરવા જવાનું કહીને ગયા બાદ ગુમ થઇ છે અને જાહેર કરનારના પિતા રાજેશભાઈ મનજીભાઈ ભોરણીયા જેલમાં હોય જેથી પેરોલ રજા ઉપર આવ્યેથી ગુમ થયા અંગેની જાહેરાત પોલીસ સ્ટેશન ખાતે કરવાનું જણાવેલ હતું પરંતુ રાજેશભાઈ પેરોલ રજા પરથી પેરોલ જંપ કરી નાસી ગયેલ હોય જેથી આજદિન સુધી જાહેરાત કરેલ નહિ અને પિતા ઘરે પરત નહિ આવતા તેના પુત્રએ માતા તેની ત્રણ દીકરીઓ ગુમ થયા અંગે પોલીસમાં ગુમસુઘા નોંધાવતા. હળવદ પોલીસે ગુમસુઘા નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.