હળવદ તાલુકાના નવા સાપકડા ગામ નજીકથી હળવદ પોલીસની સર્વેલન્સ ટીમને મળેલ પૂર્વ બાતમીને આધારે દરોડો પાડી એક શખ્સને દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે દબોચી લેવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી દેશી હાથ બનાવટની લોખંડની મેગ્જીનવાળી બંદૂક કબ્જે લઇ તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર હળવદ પોલીસની સર્વેલન્સ ટીમને ખાનગીરાહે મળેલ બાતમીને આધારે હળવદ તાલુકાના નવા સાપકડા ગામથી જુના સાપકડા જવાના રસ્તેથી આરોપી અમૃતભાઈ ઉર્ફે મુન્નો અમરશીભાઇ રાતોજા ઉવ.૨૭ ને ગેરકાયદેસરની દેશી હાથ બનાવટની લોખંડની મેગ્જીનવાળી પિસ્તોલ સાથે ઝડપી લેવાયો હતો. હળવદ પોલીસે આરોપીના કબ્જામાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ ૧ કિ.રૂ. ૧૦ હજારનો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.