Thursday, May 16, 2024
HomeGujaratહળવદના કોંગ્રેસમાં ભંગાણ: જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય અને તાલુકા પંચાયત સભ્ય સહિત...

હળવદના કોંગ્રેસમાં ભંગાણ: જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય અને તાલુકા પંચાયત સભ્ય સહિત બે કોંગી અગ્રણીઓ ભાજપમાં જોડાયા

હળવદ તાલુકાના ટીકર(રણ) ના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય ધર્મેન્દ્રભાઈ પટેલે અને હળવદ તાલુકા પંચાયત સભ્ય વાસુદેવભાઈ પટેલે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે. પોતાના વિસ્તારના વિકાસના કામો થતાં ન હોવાથી પ્રદેશ અઘ્યક્ષ શક્તિસિંહ ગોહિલને રજીમાનું ધરી દીધું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને તાલુકા પંચાયત સદસ્યએ કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા છે. પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ધર્મેન્દ્ર પટેલ અને હળવદ તાલુકા સદસ્ય વાસુદેવ પટેલે રાજીનામું ધરી દીધું છે. તેમજ ટીકર બેઠકના સરોજબેન પટેલે જિલ્લા પંચાયતના સદસ્ય એ પણ રાજીનામું આપી દીધું છે તેમ ધર્મેન્દ્રભાઈ પટેલને જણાવ્યું છે. પોતાના મત વિસ્તારમાં વિકાસના કામોની અવગણના પગલે પ્રદેશ કોંગ્રેસ અઘ્યક્ષને રાજીનામું આપ્યું છે. તેમજ કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!