Tuesday, June 23, 2026
HomeGujaratમોરબી એસ.ટી. ડેપો ખાતે હેલ્થ કેમ્પમાં ૧૪૫થી વધુ કર્મચારીઓ-અધિકારીઓનું કરાયું આરોગ્ય સ્ક્રીનીંગ

મોરબી એસ.ટી. ડેપો ખાતે હેલ્થ કેમ્પમાં ૧૪૫થી વધુ કર્મચારીઓ-અધિકારીઓનું કરાયું આરોગ્ય સ્ક્રીનીંગ

“જન જન કા રખે ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન” થીમ હેઠળ ડિજિટલ પોર્ટેબલ મશીન દ્વારા છાતીના એક્સ-રે અને વિવિધ ટેસ્ટ કરાયા.

- Advertisement -
- Advertisement -

મોરબી: દેશને ક્ષયમુક્ત કરવાના ઉમદા આશય સાથે કાર્યરત ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત મોરબીના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી તેમજ જીલ્લા ક્ષય અધિકારીના સંયુક્ત માર્ગદર્શન હેઠળ મોરબીના નવા બસ સ્ટેન્ડ (એસ.ટી. ડેપો) ખાતે એક મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. “જન જન કા રખે ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન” ની રાષ્ટ્રીય થીમ હેઠળ યોજાયેલા આ કેમ્પમાં એસ.ટી. નિગમના અંદાજીત ૧૪૫ થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓએ ભાગ લઈ પોતાની આરોગ્ય તપાસ કરાવી હતી.

વનરેબલ ગ્રૂપ ધરાવતા નાગરિકોમાં ટીબીનું ત્વરિત નિદાન અને સત્વરે સારવાર શરૂ કરવાના મુખ્ય હેતુ સાથે આયોજિત આ કેમ્પમાં સેન્ટ્રલ ટીબી ડિવીઝન, ન્યૂ દિલ્હી દ્વારા ફાળવવામાં આવેલા આધુનિક ડિજિટલ પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા એસ.ટી. સ્ટાફના છાતીના એક્સ-રે પાડવામાં આવ્યા હતા. આ સાથે જ કેમ્પ દરમિયાન ઉપસ્થિત કર્મચારીઓનું ટીબી-લેપ્રસી સ્ક્રીનીંગ, બ્લડ પ્રેશર (બી.પી.), ડાયાબીટીસ અને જનરલ હેલ્થ ચેકઅપ પણ સ્થળ પર જ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડેપો મેનેજર પી.જી. કુંપાવત, એ.ટી.આઈ. વનરાજસિંહ ઝાલા, પ્રમુખ ડી.એન. ઝાલા, જે.એ. ઉમેશભાઈ વાઢેર, એડમીન મહેશભાઈ પંડ્યા અને ધવલભાઈ સહિતના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. જ્યારે તબીબી સેવાઓ પૂરી પાડવામાં વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટરના ડૉ. હાર્દિક દેત્રોજા, જીલ્લા ક્ષય કેન્દ્રના ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પિયુષભાઈ જોશી, સુપરવાઈઝર દીપકભાઈ પટેલ અને આરોગ્ય વિભાગની ટીમ સક્રિયપણે હાજર રહી જરૂરી સેવાઓ આપી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!