Tuesday, May 12, 2026
HomeGujaratમોરબીમાં દીકરીઓને લલચાવી ભગાડવાના વધતા કિસ્સાઓ વચ્ચે સમાજને જાગૃત રહેવા હિન્દૂ સમાજ...

મોરબીમાં દીકરીઓને લલચાવી ભગાડવાના વધતા કિસ્સાઓ વચ્ચે સમાજને જાગૃત રહેવા હિન્દૂ સમાજ સંગઠનની અપીલ

પરિવારની જાગૃતતા અને પોલીસની ત્વરિત કામગીરીથી એક દીકરીને સુરક્ષિત પરત લાવવામાં સફળતા, સમાજને નિર્ભય બની ફરિયાદ કરવા અપીલ.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જવાના વધતા કિસ્સાઓને લઈને સર્વે હિન્દૂ સનાતન સંગઠને ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને માતા-પિતા પૈકી કોઈ એક ન હોય અથવા નોકરીના કારણે દીકરીઓ પર પૂરતું ધ્યાન ન આપી શકતા પરિવારોને ટાર્ગેટ કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તાજેતરમાં બનેલા એક બનાવમાં પરિવારની જાગૃતતા અને મોરબી પોલીસની કામગીરીથી એક દીકરીને સમજાવી સુરક્ષિત પરત લાવવામાં આવી હતી. આ ઘટનાને લઈને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા હતા અને સમાજને આવા તત્વો સામે જાગૃત રહી પોલીસ ફરિયાદ કરવાની અપીલ કરવામાં આવી હતી.

મોરબી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જવાના બનાવોમાં વધારો થતો હોવાની ચર્ચા વચ્ચે સર્વે હિન્દૂ સનાતન સંગઠન દ્વારા સમાજને સાવચેત અને જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે. સંગઠનના જણાવ્યા મુજબ કેટલાક લુખ્ખા તત્વો ખાસ કરીને એવા પરિવારોની દીકરીઓને ટાર્ગેટ બનાવે છે, જ્યાં પિતા કે માતા પૈકી કોઈ એક ન હોય, અથવા માતા-પિતા નોકરીના કારણે દીકરીઓ પર પૂરતું ધ્યાન ન આપી શકતા હોય. આવા તત્વો પરિવારની હૂંફ, લાગણી અને લગ્નના વાયદાઓ દ્વારા દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી ખોટી દિશામાં દોરી જવાનો પ્રયાસ કરતા હોવાનું જણાવાયું છે. મોરબીમાં આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા હોવાનું સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું. જોકે, સમાજમાં આબરૂ જવાની ભીતિના કારણે કેટલાક પરિવારો પોલીસ ફરિયાદ કરવા આગળ આવતા નથી, જેના કારણે અનેક બનાવો દબાઈ જતા હોવાનું પણ સામે આવ્યું છે.

ત્યારે તાજેતરમાં બનેલા એક બનાવમાં પરિવારજનોની જાગૃતતા અને મોરબી પોલીસ પ્રશાસનની તાત્કાલિક કામગીરીના કારણે એક દીકરીને સમજાવીને સુરક્ષિત રીતે પરત લાવવામાં સફળતા મળી હતી. આ ઘટનાને લઈને ગત મોડી રાત્રીએ ભોગ બનનાર પરિવાર તથા સર્વે હિન્દૂ સનાતન સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. આ તકે સંગઠનના અગ્રણી કમલેશભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, મોરબીમાં દરેક સમાજના લોકોએ આવા બનાવોને ગંભીરતાથી લેવાની જરૂર છે. અગાઉ પણ શહેરમાં આવા કિસ્સાઓ સામે આવ્યા હતા અને હાલમાં ફરી આ પ્રકારની ઘટનાઓ બનતા સમાજમાં ચિંતા વ્યાપી છે. તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ પરિવાર આવા તત્વોની ધમકી કે સમાજના ડરથી મૌન ન રહે અને નિર્ભય બની પોલીસ ફરિયાદ કરે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારના બનાવોમાં સર્વે હિન્દૂ સંગઠન મોરબી દ્વારા પીડિત પરિવારોને સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે. સાથે જ મોરબી પોલીસ પ્રશાસનની કામગીરીની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા દીકરીને શોધી કાઢી સમજાવીને સુરક્ષિત રીતે નારી સુરક્ષામાં સોંપવામાં આવી હતી, જે પ્રશંસનીય કામગીરી છે. અંતમાં તેમણે તમામ સમાજના લોકોને દીકરીઓને ટાર્ગેટ બનાવી પ્રેમજાળમાં ફસાવનારા લુખ્ખા-તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી માટે આગળ આવવાની અપીલ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!