Thursday, June 30, 2022
HomeGujaratહળવદમાં રહેણાંક મકાનમાંથી ૧,૨૨ લાખનાં મુદ્દામાલની ઘરફોડ ચોરી : ફરિયાદ નોંધાઇ

હળવદમાં રહેણાંક મકાનમાંથી ૧,૨૨ લાખનાં મુદ્દામાલની ઘરફોડ ચોરી : ફરિયાદ નોંધાઇ

ચોરીના આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદના કીસ્મત બેકરી સામે આવેલ વિવેકાનંદ સ્કુલની પાસે રહેતા નિઝામભાઇ ઇસુબભાઇ સંધી (ઉ.વ.૩૪) ના મકાનમાં તા.૬ ના રોજ રાત્રીના સમયે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ આ મકાનનું તાળુ તોડી મકાનમા પ્રવેશ કરી પેટી પલંગમાં રાખેલ સોનાના દાગીના આશરે સાડા ચાર તોલા (કિં.રૂ.૧,૨૦,૦૦૦/-) તથા એક આશુષ કંપનીનો મોબાઇલ કિ.રૂ.૨૦૦૦ મળી કુલ રૂ.૧,૨૨,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા.આ બનાવમાં બે અજાણ્યા શખ્સોની સંડોવણી બહાર આવતા મકાન માલિક નિઝામભાઇ ઇસુબભાઇ સંધીએ બે અજાણ્યા શખ્સો સામે ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી હતી.હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!