Friday, May 3, 2024
HomeGujaratટંકારામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત : ટ્રક પાછળ સ્કોર્પિયો ધડાકાભેર અથડાતા ટ્રક શાળાની...

ટંકારામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત : ટ્રક પાછળ સ્કોર્પિયો ધડાકાભેર અથડાતા ટ્રક શાળાની દિવાલ તોડી ગ્રાઉન્ડમાં ઘુસી ગયો

ટંકારામાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ટંકારા નજીક રાજકોટ મોરબી રોડ પર આર્ય વિદ્યાલયમ્ સામે ટ્રક પાછળ સ્કોર્પિયો ધડાકાભેર અથડાઈ હતી. જેને કારણે ટ્રક શાળાની દીવાલ તોડી ગ્રાઉન્ડમાં પ્રવેશયો હતો અને ગ્રાઉન્ડમાં વોલ સાથે અથડાયો હતો. ત્યારે બનાવની જાણ થતા જ ટંકારા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારા ખાતેથી એક ટ્રક રાજકોટ તરફ જઈ રહ્યો હતો. ત્યારે અચાનક ટ્રક ચાલકે જબલપુરના પાટીયા પાસે આવેલ આર્ય વિધાલયમ્ સામે બ્રેક કરી રોડ નિચે તરફ ટ્રક લેતા પાછળથી આવતી સ્કોર્પિયો ધડાકાભેર ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકનો સામાન રોડ ઉપર રીતસર રેલાઈ ગયો હતો અને રસ્તો એક તરફથી બ્લોક થઈ ગયો હતો. તેમજ ટ્રક શાળાની દિવાલ તોડી ગ્રાઉન્ડમાં વોલ સાથે અઠડાઈ અટકી ગયું હતું. ત્યારે બનાવ અંગે ટંકારા પોલીસને જાણ થતા થાણાના માસ્તર મહિપતસિંહ ચૌહાણે પોલીસને ધટના સ્થળે રવાના કરી હતી. જો કે, કોઈ જાનહાનિના સમાચાર નથી. સ્કોર્પિયોનો એર બેગ ખુલી જતા કાર ચાલકને સામાન્ય ઈજા થઈ હોવાનુ અને પ્રાઈવેટ વાહન મારફતે સારવાર અર્થે દાખલ થયાનું જાણવા મળ્યું છે. ત્યારે ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!