પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાનાં અમરસર ગામે રહેતા કરીનાબેન હુસેનભાઈ બાંભણીયા (ઉ.વ.૧૯)એ મોટરસાયકલ નં. જીજે-૩૬-એ-૬૮૮૦નાં ચાલક વિનોદભાઈ જીવાભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૦નાં રોજ તેઓ પગપાળા ચાલીને જતા હતા ત્યારે મોટરસાયકલ નં. જીજે-૩૬-એ-૬૮૮૦નાં ચાલક વિનોદભાઈ જીવાભાઈએ પોતાનુ મોટરસાયકલ પુરઝડપે બેફીકરાઈથી ચલાવી તેઓને હડફેટે લેતા ફરિયાદી કરીનાબેનને ડાબા પગે ઢીંચણના ભાગે, હાથે છોલાયેલની ઇજા તથા કમરના ભાગે ફ્રેક્ચરની ઇજા પહોંચી હતી. વાંકાનેર સીટી પોલીસે અકસ્માતનાં બનાવની ફરિયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.