Wednesday, November 20, 2024
HomeGujaratલાલપર ગામેં માટીના ઢગલા ભરવા સમાધાન માટે બોલાવી પિતા, પુત્રને લમધાર્યા

લાલપર ગામેં માટીના ઢગલા ભરવા સમાધાન માટે બોલાવી પિતા, પુત્રને લમધાર્યા

વાકાનેર-મોરબી હાઇવે પર આવેલ લાલપર ગામ સંતક્રુપા હોટલ નજીક પિતા પુત્રને પ્લેટીનીયમ સીરામીક પાછળ આવેલ માટીના ઢગલા ભરવા બાબતે સમાધાન કરાવવા બોલાવ્યા હતા આ દરમિયાન ચાર શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર લાલપર રામરાજ ગૌશાળા ગેટ કુંજ ગલીની શેરીમાં રહેતા નારણભા જીવાભા નાંદણના પુત્ર રામને આરોપી ભરતભાઇ રબારી રહે-ઘુટુ તા-જી-મોરબી, એક અજાણ્યો શખ્સ અને સુરેશભાઇ રબારી તથા લીબાભાઇ રબારી (રહે-બને લાલપર તા-જી-મોરબી) સહિતનાઓએ પ્લેટીનીયમ સીરામીક પાછળ આવેલ માટીના ઢગલા ભરવા બાબતે સમાધાન કરવા સંતક્રુપા હોટલ ખાતે બોલાવ્યો હોવાથી બન્ને પિતા પુત્ર ત્યાં ગયા હતા. આ દરમિયાન વાત વણસી જતા ચારેય શખ્સોએ વાણી વિલાસ આચરી લોખંડના પાઇપનો ઘા ઝીંક્યો હતો. ત્યારબાદ તમામ ઈસમોએ રામ તથા ભરતભાઈને શરીરે મુઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા નારણભાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!