માળીયાના નવા રેલ્વે સ્ટેશન નજીક યુવાનને માર માર્યો હોવાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાઈ છે
મળતી માહિતી અનુસાર માળિયાના નવા રેલ્વે સ્ટેશન નજીક રહેતા રફીકભાઈ હનીફભાઈ ભટીએ માળીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી સલમાનભાઈ ઓસમાણભાઈ માણેક અને અલીઅકબરભાઈ અમીનભાઈ માણેકે ફરિયાદી રફીકભાઈને કહેલ કે તે કેમ અમારી ફુઈની દીકરી નુરજાબેનનું ઘર ભંગાવેલ છે તેમ કહી જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી આરોપી સલમાન માણેકે ફરિયાદીને જમણા પગમાં લોખડની ડાંગ વડે માર મારી ફ્રેક્ચર જેવી ઈજા કરી આરોપી અલીઅકબરભાઈએ બંને હાથમાં લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે, હાલ માળીયા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે