Friday, April 19, 2024
HomeGujaratમાળીયા મિયાણાંમાં વીસ વર્ષથી કોર્ટમાં હાજર ન થતા આરોપીને પીધેલી હાલતમાં ઝડપી...

માળીયા મિયાણાંમાં વીસ વર્ષથી કોર્ટમાં હાજર ન થતા આરોપીને પીધેલી હાલતમાં ઝડપી લેતી પોલીસ

માળીયા મિયાણા પોલીસ મથકના ગુન્હામાં સંડોવાયેલ અને ૨૦ વર્ષથી કોર્ટમાં હાજર ન રહેતા આરોપીને માળીયા મીયાણા પોલીસે પીધેલી હાલતમાં દબોચી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

કોર્ટમા લાંબા સમયથી આરોપી, ફરીયાદી, સાહેદ હાજર ન રહેતા ડોરમેટ થયેલ કેસના આરોપી સહિતનાઓને હાજર રખાવવા અંગેની ડ્રાઇવ ચાલુ હોય જે અનુસંધાને મોરબી જિલ્લા પોલીસ અધિકારીઓની સુચનાને માળીયા મિયાણાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન માળીયા વાગડીયા ઝાપા પાસે માળીયા મીયાના પોલીસ મથકમાં 2001માં નોંધાયેલ આઇ.પી.સી કલમ -૩૨૬,૧૧૪ મુજબના ૨૦ વર્ષથી હાજર ન રહેતો આરોપી ઇકબાલભાઇ ઇસાભાઇ મોવર (ઉ.વ .૪ ર રહે. મીઠાના ગંજ હળવદ જી.મોરબી)ને પીધેલ હાલતમા તથા છરી સાથે ઝડપી લીધો હતો જેને પગલે આવતા તેના વિરુધ્ધ ગુનો દાખલ કરી કોર્ટ મા હાજર કરેલ છે.

આ કામગીરી દરમિયાન પીએસઆબી.ડી.જાડેજા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, કોન્સ્ટેબલ સંયભાઇ રાઠોડ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા સહિતના જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!