મોરબીના અયોધ્યાપુરી રોડ પર આવેલ ગેરેજના સંચલાકે ગેરેજ સામે ફોરવહીલ પાર્ક કરવાની ના પડતા આરોપી કાર ચાલકે પાઇપ વડે હુમલો કરતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.
આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં આવેલ અબ્દુલ મોટર્સ ગેરેજની સામે રોડ ઉપર આરોપી વિક્રમસિંહ અજીતસિંહ ઝાલા (રહે. ઢુંવા તા.વાંકાનેર જી.મોરબી)એ પોતાની ફોરવ્હિલ ગાડી પાર્ક કરી હતી જે નડતરરૂપ હોવાથી ગેરેજ સંચાલક અબ્દુલભાઈ હાજીઅયુબભાઈ બ્લોચ (ઉ.વ.૫૯ રહે.મોરબી ચૌહાણ શેરી વોરાની નાની મસ્જીદ તા.જી.મોરબી) એ કાર પાર્ક કરવાની ના પાડી હતી જે બાબત પસંદ ન આવતા રજી. નં.GJ-03-JC-0150ના ચાલક આરોપી વિક્રમસિંહે કરમાંથી લોખંડની પાઈપથી કાઢી અબ્દુલભાઈ પર જોરદાર પ્રહાર કરતા તે લોહિયાણ થયા હતા.