Wednesday, November 20, 2024
HomeGujaratમોરબીમાં ઇન્સ્ટાગ્રામની ફેક આઈડી દ્વારા યુવાનને ગાળો ભાંડનાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબીમાં ઇન્સ્ટાગ્રામની ફેક આઈડી દ્વારા યુવાનને ગાળો ભાંડનાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

સોશિયલ મીડિયા પર મહિલા, યુવતીઓ સામે ચેટ, મેસેજ, કોલ સહિતની પજવણી અંગેના બનાવી રોજિંદા બની ગયા હોય તેમ અવાર નવાર સામે આવે છે તેવા સંજોગો વચ્ચે મોરબીમાં ઉલટી ગંગાની માફક યુવતીની ફેક આઈડીમાંથી યુવાનને ગાળો આપી પજવણી કરવામાં આવતી હોવાની ફરિયાદ નોંધાતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

ડીઝીટલ યુગની બલિહારીના આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર મોરબીની સોનીબજારમા આવેલ વેરાઇ શેરીમાં રહેતા ચેતનભાઇ ચંદ્રકાંતભાઇ પાટડીયા નામના 28 વર્ષીય સોની યુવાનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મારફતે બેફામ ગાળો ભાંડી હોવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.ચેતનભાઇ ચંદ્રકાંતભાઇ પાટડીયા નામના યુવાનના ઇન્સ્ટાગ્રામ આઈડી hindu_officialchintupatadiy માં ફેક ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. dipikajoshi1524 માંથી અન્ય ઈસમો પજવણી કરી આઇડીના મેસેન્જર મારફતે યુવાનને બીભત્સ વાણી વિલાસ આચરતા આરોપી સામે ફરિયાદ નોંધાઇ છે જેને લઈને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!