Wednesday, April 24, 2024
HomeGujaratમાળીયા નજીક હોટલમાંથી દારૂના જથ્થા સાથે હોટેલ માલિક ઝડપાયો

માળીયા નજીક હોટલમાંથી દારૂના જથ્થા સાથે હોટેલ માલિક ઝડપાયો

માળીયા મિયાણા પંથકમાં આવેલ હોટલમા ઇંગ્લીશ દારૂનું વેચાણ કરતા હોટેલ માલિકને વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

માળીયા મિયાણા તાલુકાના સોનગઢ ગામથી પીપળીયા ગામને જોડતા માર્ગ પર આવેલ ક્રિષ્ના જંભેશ્વર નામની હોટલના માલીક વિદેશીદારૂનું વેચાણ કરતા હોવાની પોલીસને જાણ થતાં પોલીસે રેઇડ પાડી હતી આ દરમિયાન આરોપી પ્રકાશકુમાર મઘારામ શીયાઘ (ઉ.વ ૩૨, રહે.મુળ બાગલી તા.સાંચોર જી.ઝાલોર, રાજસ્થાન )ને મેકડોવેલ્સ નં -૧ સુપીરીયરની ૬૭ બોટલ દારૂ કિ.રૂ .૨૫,૧૨૫ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉપરોક્ત કામગીરીમાં પીએસઆઇ બી.ડી.જાડેજા ,હેડ.કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા,મહીપતસિંહ સોલંકી, પંકજભાઇ નાગલા તથા વિશ્વરાજસિંહ ઝાલા, ભગીરથસિંહ ઝાલા અને મહેન્દ્રસિંહ ચુડાસમા સહિતના જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!