મારમારીના આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કુલીનગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા રસુલભાઈ અલાઉદીનભાઈ પઠાણ (ઉ.વ.૨૨) એ મુસ્તફાભાઈ ઉર્ફે ઝેરી (રહે, પંચાસર રોડ-મોરબી) અને ચિરાગભાઈ જગદીશભાઈ ગાંધી (રહે, માધાપર-મોરબી) સામે એ ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી ગઈકાલે રાત્રે ૮ વાગ્યાની આસપાસ મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં હતા ત્યારે બન્ને આરોપીઓ ત્યાં આવી એક આરોપીની પત્ની સાથે ફરિયાદીને આડો સબંધ હોવાની શંકા કરીને આરોપીઓએ ફરિયાદી પર છરીથી હુમલો કર્યો હતો. તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. એ ડિવિજન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.