મોરબીના ગાયત્રીનગર શેરી નં.૨ માં બાઈક ધીમું ચલાવવાનું કહેતા બે બંધુઓએ યુવાનને ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
શહેરના વાવડી રોડ પરથી આવેલ ગાયત્રી નગર શેરી નં. 2 માં રહેતા લેખરાજ રણજીતદાન ઇશરાની નામના 32 વર્ષીય યુવાને જગદિશભાઇ કનુભાઇ લુહારને શેરીમાં બાઈક ધીમુ ચલાવવાનું કહેતા આ બાબતે સારું ન લાગતા આરોપી જગદિશભાઇ કનુભાઇ લુહાર તથા તેના મોટા ભાઇએ યુવાન પર ધોકા વડે હુમલો કરી માથાના ભાગે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે લેખરાજે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.