Wednesday, November 6, 2024
HomeGujaratમોરબીના સરતાનપર નજીક ટ્રેઇલરના ઠાઠામાંથી દારૂ, બિયરના જથ્થા સાથે બે ઝડપાયા

મોરબીના સરતાનપર નજીક ટ્રેઇલરના ઠાઠામાંથી દારૂ, બિયરના જથ્થા સાથે બે ઝડપાયા

મોરબી તાલુકા પોલિસે સરતાનપર ગામ તરફ જવાના રસ્તે નેશનલ હાઇવે રોડ ઉપરથી ટ્રેઇલરમાં છુપાવેલ ઇગ્લીશ દારૂ, બિયરના જથ્થા સાથે બે શખ્સોને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- Advertisement -
- Advertisement -

સરતાનપર ગામને જોડતા નેશનલ હાઇવે રોડ ઉપરથી પસાર તથા ટ્રેઇલર નં. RJ-36-GA – 4079 ને મોરબી તાલુકા પોલીસે અટકાવી તપાસ હાથ ધરતા ટ્રેઇલરના ઠાઠામાંથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૬ કિં.રૂ .૨૪,૯૦૦ તથા બીયરના ટીન નંગ -૨૪ કિં.રૂ .૨૪૦૦ નો જથ્થો ઝડપાયો હતો. જેને લઈને પોલીસે આરોપી ગુમાનસિંહ નેનુસિંહ ચૌહાણ (ઉં.વ.૪૬, રહે. ગામ ભેંસાપા, કાલી કાંકડ, કોટડા, જી.અજમેર રાજસ્થાન) અને રૂગનાથ હજારીલાલ ચૌધરી (ઉ.વ.૪૫, રહે. ગામ ભેંસાપા, કાલી કાંકડ, કોટડા, જી અજમેર)ને ટાટા કંપનીનું ટ્રેઇલર રજી. નં. RJ – 36 – GA – 4079 કિં.રૂ .૮,૦૦,૦૦૦ સહિત કિં.રૂ .૮,૨૭,૩૦૦ નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!