Tuesday, May 21, 2024
HomeGujaratમોરબીમાં ત્રણ સ્થળોએ દરોડામાં ૩૪ બોટલ દારૂ સાથે ત્રણ ઝડપાયા

મોરબીમાં ત્રણ સ્થળોએ દરોડામાં ૩૪ બોટલ દારૂ સાથે ત્રણ ઝડપાયા

મોરબી જિલ્લામાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ઈંગ્લીશ દારૂનો વેપલો કરતા ત્રણ ઇસમોને મોરબી પોલીસે ઝડપી લીધા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી શહેરના નવાડેલા રોડ પરથી આરોપી સલીમ હુસેનભાઈ આંબલીયા (ઉ.વ.૩૫ રહે.ઘાંચી શેરી મોરબી) વાળાને ભારતીય બનાવટના વિદેશી દારૂ મેકડોવેલ્સ નં ૧ ના ૧૮૦ મિલીના ચાર નંગ ચપલા સાથે કુલ રૂ.૪૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજા દરોડામાં મોરબીના સામેકાંઠે આવેલ શક્તિ ચેમ્બર ૧ ની સામે આવેલ સરાણીયા વાસ પાસે થી આરોપી ગૌરંગપરી ઉર્ફે ગૌરવ ભુપતપરી ગૌસ્વામી (ઉ.વ.૨૨ રહે હાલ નવા જાંબુડીયા નિશાળની બાજુમાં મૂળ.રહે.મહુવા શીતળા માતાજીના મંદિર પાસે તા.મહુવા જી.ભાવનગર) વાળાને મેકડોવેલ્સ નં ૧ ની ૭૫૦ મિલીની ૪ બોટલ જેની કી. રૂ.૧૪૦૦ તેમજ એક મોટર સાઇકલ જેના રજી.નં. જીજે-૩૬-એડી-૪૩૮૦ જેની કી. રૂ.૨૫૦૦૦ મળી કુલ રૂ. ૨૬,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે ત્રીજા દરોડામાં મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ પાસે મારબીલા સીરામીકના લેબર ક્વાર્ટર માં દરોડો પાડીને આરોપી જગદીશ ગોવિંદભાઈ મારૂ (ઉ.વ.૨૪ રહે.હાલ મારબીલા સીરામીક ક્વાર્ટર ઊંચી માંડલ મુ.રહે.ગામ વડા તા. માણાવદર જી.જૂનાગઢ) વાળાને રોયલ ચેલેન્જ વહીસ્કીની ૨૬ બોટલ જેની કી. રૂ.૧૩,૫૨૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી મોરબી તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!