Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીના વાવડી ગામે બાઇકમાં આંટો મારવા નીકળેલા પિતા પુત્રને બોલેરો હડફેટે ચડાવ્યા...

મોરબીના વાવડી ગામે બાઇકમાં આંટો મારવા નીકળેલા પિતા પુત્રને બોલેરો હડફેટે ચડાવ્યા અકસ્માત સર્જાયો:૧૪ માસના બાળકનુ મોત

પુરપાટ ઝડપે દોડતા વાહનચાલકો અકસ્માત સર્જી પોતાની સાથે માસૂમ લોકોની જિંદગી પણ જોખમમાં મૂકતા હોય છે, ત્યારે એવો જ એક અકસ્માતનો બનાવ મોરબીના વાવડી ગામેથી સામે આવ્યો છે. જેમાં પિતા બાઇકમાં પોતાના દોઢ વર્ષના પુત્રને બેસાડી ઘરેથી આટો મારવા નીકળ્યા હતા. પિતા-પુત્રની બાઇકને બોલેરોએ હડફેટે લેતા દોઢ વર્ષના માસૂમને ગંભીર ઇજા થવાથી મોત થયું છે,જયારે પિતાને ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ચાલાક બોલેરો મૂકી નાશી જતા પોલીસે શોધખોળ હાથધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના વાવડી ગામે રહેતા મિલનભાઈ સોઢીયા ગઈકાલે રાત્રે સાડા નવકે વાગ્યા આસપાસ પોતાની બાઇકમાં દોઢ વર્ષના પુત્ર વિહાન ઉર્ફે વિહામણને આગળ બેસાડી ઘરથી રોડ પર આટો મારવા માટે નીકળ્યા હતા, ત્યારે ઘરથી થોડે દૂર રોડ પર પુરપાટ ઝડપે આવેલી બોલેરો કારે બાઇકને ઠોકર મારતા પિતા પુત્ર રોડ પર ફંગોળાતા પુત્ર વિહાનને ગંભીર ઇજા થવાથી પ્રથમ મોરબી ત્યાર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર કારગત નીવડે તે પહેલા જ બાળકે આંખ મીંચી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં મૃતકના પિતાને પગમાં ફેક્ચર થતાં નિદાન થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અકસ્માત સર્જી નાશી જનાર બોલેરો ચાલક સામે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. એકના એક માસૂમ પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!