Monday, April 27, 2026
HomeGujaratહળવદ પોલીસ લાઈનમાં મારામારીનો બનાવ, સમાધાન માટે બોલાવી છરીથી હુમલાનો આક્ષેપ, સામસામી...

હળવદ પોલીસ લાઈનમાં મારામારીનો બનાવ, સમાધાન માટે બોલાવી છરીથી હુમલાનો આક્ષેપ, સામસામી ફરિયાદ

બંને પક્ષની ફરિયાદમાં પોલીસકર્મી સહિત ૯ સામે ગુનો નોંધાયો, વાહનોને પણ નુકસાન

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ લાઈનમાં સમાધાન માટે બોલાવ્યા બાદ મારામારી અને છરીથી હુમલાનો બનાવ સામે આવ્યો છે. બંને પક્ષે એકબીજા સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવતા પોલીસકર્મી તથા તેમની પત્ની સહિત કુલ ૯ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. એક તરફ છરી અને ધોકાથી હુમલાનો આક્ષેપ છે, તો બીજી તરફ ગાળો, ધમકી અને કાર ભટકાવી નુકસાન પહોંચાડ્યાની ફરિયાદ નોંધાઈ છે. હાલ હળવદ પોલીસે સમગ્ર મામલે સામસામી ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

હળવદ પોલીસ લાઈનમાં થયેલી મારામારીની ઘટનાએ ચકચાર મચાવ્યો છે, કાયદો અને વ્યવસ્થાની વણસી ગયેલ પરિસ્થિતિના વધુ એક પુરાવારૂપે બનેલ બનાવમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસકર્મી સહિત કુલ ૯ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. જેમાં પ્રથમ ફરિયાદ મુજબ, સમીર રફીકભાઈ જામ ઉવ.૧૭એ આરોપી સદમભાઈ ગુલમામદભાઈ ભટ્ટી રહે.ચરાડવા ગામ તા.હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા.૨૪/૦૪ના રોજ રાત્રે તેઓ તેમના મામા સહિતના સગા સંબંધીઓ સાથે વિજયભાઈ છાસીયા જમાદારના ઘરે શીળસની દવા પહોંચાડવા ગયા હતા. તે દરમિયાન ત્યાં આરોપી સદામભાઈ ગુલમામદભાઈ ભટ્ટી તથા બે અજાણ્યા ઈસમો વિજયભાઈ સાથે ઝઘડો કરતા હતા. ત્યારે આરોપીઓએ છરીથી વિજયભાઈને મારવા જતા હોય, જેથી ફરિયાદી સહિત ચારેય તેમને બચાવવા વચ્ચે પડતા આરોપીઓએ ગાળો આપી અને એક અજાણ્યા ઈસમે છરી લઈને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આરોપી સદામભાઈએ પોતાની થારથી તેમની સ્વીફ્ટ કાર સાથે અનેકવાર ભટકાળી અંદાજે રૂ.૫૦ હજારનું નુકસાન કર્યું હતું. બાદમાં આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

સામાપક્ષે સદામભાઈ ગુલમામદ ભટ્ટીએ આરોપી વિજયભાઈ છાસીયા જમાદાર તથા તેમની પત્ની રહે. બન્ને હળવદ પોલીસ લાઇન તથા સમીર રફીકભાઈ જામ, ઉમરભાઈ કાસમભાઈ મીયાણા, શબીરભાઈ નુરમામદભાઈ મીયાણા અને સાદિકભાઈ શેરમામદ મીયાણા રહે.હળવદ માર્કેટીંગ યાર્ડ, જી.આઈ.ડી.સી પાછળ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ફરિયાફી સદામભાઈને સમાધાન માટે વિજયભાઈ છાસીયા જમાદાર દ્વારા પોલીસ લાઈન ખાતે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ પૂર્વનિયોજિત રીતે આરોપી સમીર જામ સહિત ઉમરભાઈ, શબીરભાઈ અને સાદિકભાઈ મીયાણા દ્વારા છરી અને લાકડાના ધોકાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સદામભાઈને હાથ અને પગમાં છરીના ઘા વાગ્યા હતા તેમજ તેમના મિત્રને પણ ઈજા પહોંચી હતી. સાથે જ તેમની થાર કારને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ હળવદ પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ કુલ ૯ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!