Monday, April 27, 2026
HomeGujaratમોરબી નજીક ટ્રકની કેબિનમાં મોડી રાત્રે આગ, ફાયર વિભાગે કાબુ મેળવ્યો

મોરબી નજીક ટ્રકની કેબિનમાં મોડી રાત્રે આગ, ફાયર વિભાગે કાબુ મેળવ્યો

મોરબી-માળીયા રોડ પર ટીંબડીના પાટિયા પાસે ઉભેલા ટ્રકમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. ઘટનામાં ટ્રકને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

- Advertisement -
- Advertisement -

મોરબી નજીક માળીયા રોડ ઉપર ટીંબડીના પાટિયા પાસે કબીર આશ્રમની બાજુમાં ઉભેલા જીજે-૧૮-બીવી-૬૦૩૨ નંબરના ટ્રકમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, રાત્રિના આશરે ૩.૫૦ વાગ્યે ટ્રકની કેબિનમાં અચાનક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગના બનાવમાં ટ્રકની કેબિન સંપૂર્ણ રીતે બળી જવાથી મોટું નુકસાન થયું હતું, સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!