Friday, April 26, 2024
HomeGujaratBotadબોટાદ પોલીસ દ્વારા રોજિદ ગામમાં દેશી દારૂ બંધ કરાવતા નશો કરતા લોકોએ...

બોટાદ પોલીસ દ્વારા રોજિદ ગામમાં દેશી દારૂ બંધ કરાવતા નશો કરતા લોકોએ કેમિકલ પીવાનું શરૂ કર્યું:અરજીની તપાસમાં સરપંચનો સહકાર ન મળ્યો

રોજીદ ગામના સરપંચ દ્વારા અરજી કરવા ખાતર કરીને સરપંચ અનેક વખત બોલાવવા છતાં અરજીની તપાસમાં સહકાર આપવા હાજર ન થયા છતાં પણ પોલીસે કાર્યવાહી કરી દારૂનુ વેચાણ બન્ધ કરાવ્યું હતું

- Advertisement -
- Advertisement -

બોટાદના રોજીદ ગામમાં થયેલા કેમિકલકાંડ માં બોટાદ અને અમદાવાદ સહિતના ૨૫ થી વઘુ લોકોના મૃત્યુ થયા છે જ્યારે અનેક લોકો હજુ સારવાર હેઠળ છે જેમાં દેશી દારૂ પીવાથી આ કાંડ થયો હોવાની અફવા ફેલાવી પોલીસને બદનામ કરવાનું કાવતરું થઈ રહ્યું છે જેમાં આ વાત દેશી દારૂ ની છે જ નહીં આ સમગ્ર મામલો કેમિકલ કાંડ નો હોવાનું સાબિત થઈ ચૂક્યું છે.

જેથી બોટાદ પોલીસ દ્વારા અખબારી યાદી જાહેર કરીને રોજીદ તેમજ આજુબાજુના ગામો અને બોટાદ જિલ્લામાં દેશી દારૂના હાટડા બન્ધ કરાવવા અને રોજીદ ગામના સરપંચ દ્વારા કરેલ અરજીની કાર્યવાહી ની વિગતો જાહેર કરવામાં આવી છે.

જેમાં રોજીદ ગામના સરપંચ દ્વારા રોજીદ ગામમાં દેશી દારૂના હટડા બંધ કરાવવા માટે અદજી કરવામાં આવી હતી જે અરજી અન્વયે બોટાદ જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા દ્વારા કડક કાર્યવાહી કરીને રોજીદ દરોડા પાડી ૭ આરોપીઓને ૪૮ લીટર દેશી દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા અને થોડા સમય બાદ ફરીથી દરોડા પાડવામાં આવ્યા હતા પરંતુ દેશી દારૂ ના હટડા બન્ધ થઈ ગયા હોય જેથી ત્યાં પોલીસને કઈ હાથ લાગ્યું ન હતું.તેમજ દેશી દારૂ ના ગુનામાં અનેક વખત પકડાઈ ચૂકેલ બુટલેગર ગજુબેન પ્રવીણભાઈ વડોદરીયા બે વખત દરોડા પાડીને એક વખત કાઈ મળ્યું ન હતું અને અન્ય એક દરોડામાં ૦૪ લીટર દારૂ મળી આવ્યો હતો તથા એક આરોપીને તડીપાર કરવા માટે પણ અગાઉ તૈયારી હાથ ધરવામાં આવી છે.

વધુમાં બરવાળા તાલુકામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઝળવાઈ રહે તે હેતુ થઈ જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા દ્વારા તા.૨૧/૦૬/૨૦૨૨ થી બરવાળા પોલીસ મથકમાં પીએસઆઈ ની નિમણુંક કરવામાં આવી છે અને ચાલુ વર્ષ ૨૦૨૨ માં અત્યાર સુધીમાં બરવાળા તાલુકા પોલીસ મથકમાં ૧૫૨ જેટલા દારૂ અંગેના કેસો કરવામાં આવેલા છે.અને બોટાદ જિલ્લામાં ૪૪૨ કેસો કરવામાં આવેલ છે.

અને રોજીદ ગામના સરપંચ દ્વારા દારૂબંધી કરાવવાં માટે કરેલ અરજીની તપાસમાં તપાસ કરનાર અધિકારી દ્વારા અનેક વખત સરપંચ ને બોલાવવા છતાં સરપંચ હાજર રહ્યા ન હતા અને અંતે પોલીસ દ્વારા બરવાળા ના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ને સાથે રાખીને રોજીદ ગામમાં કોમ્બિન્ગ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ ગામમાંથી કઈ વાંધાજનક મળ્યું ન હતું જેથી સરપંચ દ્વારા અરજી પર પગલાં ન લેવાયા ના આક્ષેપો પાયા વિહોણા જણાઈ આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!