Sunday, May 5, 2024
HomeGujaratમોરબી: કચરો વીણી રોડ ક્રોસ કરતા મહિલા પર ટ્રક ફરી વળતા મોત

મોરબી: કચરો વીણી રોડ ક્રોસ કરતા મહિલા પર ટ્રક ફરી વળતા મોત

મોરબી: મોરબીના શકિત ચેમ્બરની સામે નેશનલ હાઇવે રોડ પર મોરબીથી વાંકાનેર તરફ જતા રસ્તે કચરો વીણી રોડ ક્રોસ કરતા મહિલા પર ટ્રક ફરી વળતા તેમનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજેલ હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડીવી.પો.સ્ટેમાં ફરીયાદી પ્રવિણભાઇ ગેલાભાઇ સોલંકી (ઉ.વ.૪૨ ધંધો.મજુરીકામ રહે. મોરબી-૨ સો ઓરડી માળીયા વનાળીયા સોસાયટી રામદેવનગર) વાળાએ આરોપી ટ્રક નંબર GJ-12-AU- 6965 નો ચાલક સામે ફરિયાદ નોંધાવેલ કે, તા-૨૬/૦૭/૨૦૨૨ સવાર ના સાડા દસ પોણા અગીયાર વાગ્યાની આસપાસ શકિત ચેમ્બર ની સામે નેશનલ હાઇવે રોડ પર મોરબીથી વાંકાનેર તરફ જતા રસ્તે આરોપી ટ્રક નંબર G J-12-AU-6965 ના ચાલકે પોતા ના હવાલા વાળો ટ્રક પુરઝડપે ગલતાફતભરી રીતે ચલાવીને ફરીયાદી ના માતા કાન્તાબેન ગેલાભાઇ સોલંકીવાળા કચરો વીણી અને રોડ ક્રોસ કરતી વખતે રોડની સાઇડે ટ્રક ચાલકે હડફેટે લેતા ફરીયાદીના માતાના બન્ને પગ પર ટાયર ફરી જતા સારવાર દરમ્યાન ગંભીર ઇજા ના કારણે મુત્યુ નિપજેલ હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!