Monday, May 20, 2024
HomeGujaratમોરબીનાં આલાપ રોડ પરથી ઈસમ બુલેટમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો ઝડપાયો

મોરબીનાં આલાપ રોડ પરથી ઈસમ બુલેટમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો ઝડપાયો

મોરબીમાં વિદેશી દારૂ ઝડપાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે મોરબીના આલાપ રોડ પર બુલેટમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર એક ઈસમને મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમે ગઈકાલે પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તેઓને મળેલ બાતમીના આધારે મોરબીનાં આલાપ રોડ પર વોચ ગોઠવી રાખી રૂ.૧,૦૦,૦૦૦ની કિંમતની GJ-12-CQ-9638 નંબરની બુલેટ સ્થળ પરથી નીકળતા પોલીસે તેને રોકી આરોપી અમીત મોહનભાઈ ગજરા અને સમીર ગુલામહુશેન સુમરાની પૂછપરછ કરતા પૂછપરછ દરમિયાન સમીર સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. જયારે અમીત પકડાય જતા પોલીસે તેની તપાસ કરતા આરોપી પાસેથી રૂ.૫૦૦ની કિંમતની વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી. જે અંગે પોલીસે પૂછતાં તેણે જણાવ્યું હતું કે, તેણે આ બોટલ અસ્લમભાઈ સલીમભાઈ ચાનીયા નામના શખ્સ પાસેથી મેળવી હતી. જેને લઈ પોલીસે દારૂ અને બુલેટ સહિત કુલ રૂ.૧,૦૦,૫૦૦નો જથ્થો જપ્ત કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!