ગત તા ૯ના રોજ ક્યુટોન સિરામીક પર આઇટીના ૫૦ કરતા વધુ અધિકારીઓની ટીમ ત્રાટકી હતી જેમા રોકડ અને બેન્ક વ્યવહારોની તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતી પેઢીઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
જેમાં દરોડાના આજે પાંચમા દિવસે મોરબીમાં હાલ ક્યુમેક્સ સિરામીક પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢીમાં સર્ચ ચાલુ છે ફાળેશ્વર નજીક આવેલ આ પેઢીમાં ઈન્કમટેકસની ત્રણ ટીમ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે આ પેઢીનાં એમ ડી આશિષ ચિરાણીયા અંકિત અગ્રવાલ છે અને આશિષ ચિરાણીયા અગાઉ ક્યુટોન સિરામિક માં ડાયરેક્ટર પદે રહી ચૂક્યા છે.