Tuesday, August 4, 2026
HomeGujaratમોરબીમાં કચ્છ બોર્ડર રેન્જનો જુગાર પર દરોડો: રાધે કોલ એન્ટરપ્રાઇઝની ઓફિસમાંથી ચાર...

મોરબીમાં કચ્છ બોર્ડર રેન્જનો જુગાર પર દરોડો: રાધે કોલ એન્ટરપ્રાઇઝની ઓફિસમાંથી ચાર ઝડપાયા

રૂ. ૧.૮૫ લાખની રોકડ સાથે બ્રેઝા કાર, એક્ટિવા અને ચાર મોબાઇલ સહિત રૂ. ૫.૨૪ લાખનો મુદ્દામાલ જપ્ત.

- Advertisement -
- Advertisement -

મોરબી: કચ્છ બોર્ડર રેન્જની ક્રાઇમ-૨ ટીમે ખાનગી બાતમીના આધારે મોરબીના ઘુંટુ રોડ પર આવેલી રાધે કોલ એન્ટરપ્રાઇઝની ઓફિસમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે રોકડ, મોબાઇલ, વાહનો સહિત કુલ રૂ.૫.૨૪ લાખનો મુદ્દામાલ કબજે કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કચ્છ બોર્ડર રેન્જ ભુજની ક્રાઇમ-૨ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી બાતમીના આધારે મોરબી-હળવદ રોડ નજીક ઘુંટુ ગામની સીમમાં આવેલી રાધે કોલ એન્ટરપ્રાઇઝની ઓફિસમાં દરોડો પાડ્યો હતો. ત્યારે ઓફિસની અંદર પૈસાની હારજીત સાથે ગંજીપાનાના પત્તા વડે તીનપત્તીનો જુગાર રમતા ૧)જગદીશભાઈ ભગવાનજીભાઈ અધારા ઉવ.૬૧ રહે. રિલાયન્સનગર રવાપર રોડ મોરબી, ૨)શૈલેષભાઈ ઉર્ફે કાળુભાઈ પ્રભુભાઈ સનારીયા ઉવ.૪૯ રહે. રફાળેશ્વર ગામ મંદિરની બાજુમાં મોરબી મૂળ વતન નાની વાવડી તા.જી.મોરબી, ૩)યોગેશભાઈ લખમણભાઈ પટેલ ઉવ.૩૨ રહે. મિલાપનગર અવની ચોકડી મોરબી અને ૪)જયેશભાઈ શાંતીલાલભાઈ કાલરિયા ઉવ.૪૮ રહે. મકાન નં.૧૦૫ મિલાપનગર અવની ચોકડી મોરબી વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

આ સાથે પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૧,૮૫,૩૦૦/-, ચાર નંગ મોબાઇલ ફોન કિ.રૂ.૧૪,૦૦૦/-, એક બ્રેઝા કાર રજી.નં. જીજે-૩૬-એપી-૯૬૦૫, એક એક્ટિવા રજી.નં. જીજે-૦૩-એચપી-૯૭૮૧ કિ.રૂ.૨૫,૦૦૦/-સહિત કુલ રૂ.૫,૨૪,૩૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ ચારેય આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવી કચ્છ રેન્જ ક્રાઇમ-૨ની ટીમે વધુ તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!