Tuesday, August 4, 2026
HomeGujaratજોધપર ગામ નજીક પોલીસે ફિલ્મીઢબે બોલેરોનો પીછો કરી ૨૦૦ લીટર દેશી દારૂ...

જોધપર ગામ નજીક પોલીસે ફિલ્મીઢબે બોલેરોનો પીછો કરી ૨૦૦ લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો

વાંકાનેર તાલુકા પોલીસની કાર્યવાહી: બોલેરો ચાલક ઝડપાયો, એક શખ્સ નાસી છૂટ્યો, શેખરડીના સપ્લાયરનું નામ ખુલ્યું.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસે ખાનગી બાતમીના આધારે જોધપર ગામ નજીકથી ફિલ્મી ઢબે બોલેરો પીકઅપનો પીછો કરી રૂ.૩.૪૦ લાખના મુદ્દામાલ સાથે ૨૦૦ લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસે ચાલકની અટક કરી હતી, જ્યારે તેનો સાથી ફરાર થઈ ગયો હતો. પકડાયેલ આરોપીની પૂછપરછમાં શેખરડી ગામના સપ્લાયરનું નામ પણ સામે આવતા, વાંકાનેર તાલુકા પોલીસે કુલ ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તજવીજ શરૂ કરી છે.

વાંકાનેર તાલુકા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી કે, એક દેશી દારૂ ભરેલ સફેદ કલરની બોલેરો રજી.નં. જીજે-૧૩-એડબ્લ્યુ-૨૦૪૩ શેખરડી ગામથી ગારીયા તરફ આવવાની હોય જે બાતમીને આધારે પોલીસે ગારીયા ગામ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ બોલેરો પીકઅપ ત્યાંથી પસાર થતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલેરો ચાલકે વાહન પૂરઝડપે દોડાવી જોધપર ગામ તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે ખાનગી વાહનમાં ફિલ્મી ઢબે પીછો કરી જોધપર ઓવરબ્રિજ નજીક બોલેરો રોકાવી હતી. ત્યારે ચાલક અને તેનો સાથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ચાલકને ઝડપી લીધો હતો જ્યારે અન્ય એક શખ્સ અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.

જે બાદ બોલેરોની તલાશી લેતા તેમાંથી કુલ ૨૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૪૦ હજાર મળી આવ્યો હતો. આ સાથે પોલીસે દેશી દારૂ તથા બોલેરો સહિત રૂ.૩.૪૦ લાખના મુદ્દામાલ સાથે આરોપી સાગરભાઈ હૈંમતભાઈ ડાભી ઉવ.૧૯ રહે. નાળીયેરી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાની અટક કરી હતી, જ્યારે આરોપી કાર્તિકભાઈ ભલાભાઈ વાઘેલા રહે.આણંદપર તા.થાન જી.સુરેન્દ્રનગર વાળો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. પકડાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો ભરાવી આપનાર આરોપી કિશનભાઈ સવજીભાઈ સરવૈયા રહે.શેખરડી તા. વાંકાનેર વાળાનું નામ ખુલ્યું હતું. હાલ વાંકાનેર તાલુકા પોલીસે તે બન્ને આરોપીઓને ફરાર જાહેર કરી ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!