કચ્છનાના ભુજના નિવૃત પોલીસકર્મીના વિદાય સમારોહ માં વિદેશી જાસૂસ મહિલાના ફોટો વાયરલ થતા ખળભળાટ વ્યાપી ગયો છે જેમાં આ JIC જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર જે આખા ભારતમાં આ એક જ સેન્ટર છે જ્યાં જાસૂસીઓને રાખવામાં આવે છે અને તેની તપાસ કરવામાં આવે છે જેમાં બહારના દેશમાંથી ભારતમાં જાસૂસી માટે આવેલા અને બાદમાં પકડેલા મહિલા જાસૂસના ફોટો સોશ્યલ મિડિયામાં વાયરલ થતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે આખા ભારતમાં ફક્ત એક જ ભુજ ખાતે આવેલું છે JIC સેન્ટર જેને ગુપ્તચર સંસ્થા હેઠળ રાખવામા આવી છે જે જ્યાં ઉચ્ચ કક્ષાના અધિકારી ની પરમિશન વિના જવું અશકય છે ત્યારે કેદ કરેલા જાસૂસી મહિલા જ જાહેરમાં નાગરીક ની જેમ મહિલાના ફોટા પોલીસકર્મી સાથે જ વાયરલ થતાં ભારે ચકચાર મચી જવા પામી છે જેમાં ગુલાબસિંહ જાડેજા નામના પોલીસકર્મીના વિદાય સમારોહમાં જાસૂસ મહિલા આવી હોવાના ફોટો વાયરલ થયા છે અને આ ફોટો પણ જાસૂસ મહિલા સાથે પોલીસકર્મી ગુલાબસિંહ જાડેજાએ પોતાના વોટ્સએપ સ્ટેટ્સ માં ચડાવ્યા હતાં જે સાથેના વોટ્સ એપ ગ્રુપમાં વાયરલ થતા દેશની સુરક્ષા પર મોટા સવાલો ઉભા થયા છે આ
મહિલાને ભારતમાં ઘુસી જાસૂસી દરમ્યાન પકડવાના ગુનામાં ઘણા સમયથી ભુજ JIC ખાતે કેદી બનાવીને રાખવામાં આવી છે અને મહિલા બાંગ્લાદેશ ની હોવાનું પણ સૂત્રો માંથી જાણવા મળ્યું છે ત્યારે
પકડાયેલા જાસૂસને નથી આપવામાં આવતી પરમિશન ત્યારે પોલીસકર્મી સાથે જાસૂસ મહિલા સામાન્ય નાગરિકની જેમ ફોટા વાયરલ થતા દેશ માટે ચિંતાનો વિષય ગણવામાં આવી રહ્યો છે જો કે આ ફોટા વાયરલ થતાની સાથે જ ગુપ્ત ચર એજન્સીઓ અને ઉચ્ચ કક્ષા અધિકારીઓએ નોંધ લીધી છે અને આગામી સમયમાં ટીમની રચના કરી વધુ તપાસ આ મામલે હાથ ધરવામાં આવે તે જરૂરી છે.