વાંકાનેર સીટી પોલીસને ખાનગી બાતમી મળતા જીનપરા શેરી નં. ૧૧માં રહેતા નીલેશભાઈ રસીકભાઈ વીંજવાડીયા ઉવ.૨૨ના મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂની રોયલ ચેકેંજ વ્હિસ્કીની ૨૫ બોટલ કિ. રૂ.૧૮,૬૭૫/- મળી આવી હતી, આ સાથે પોલીસે દારૂનો જથ્થો કબજે કરી મકાન માલિક નીલેશભાઈ વીંજવાડીયાની અટકાયત કરી હતી. આ અંગે વાંકાનેર સીટી પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






