મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ખાનગી બાતમીના આધારે પ્રોહિબીશનના ગુનામાં ફરાર આરોપીને મોરબી રેલવે સ્ટેશન રોડ પરથી ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસને સોંપ્યો છે.
મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમને સંયુક્તમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં ફરાર આરોપી સલીમભાઈ જુસબભાઈ કટીયા ઉવ.૩૪ રહે. મચ્છીપીઠ, આઝાદ લોજ સામે મોરબી વાળાને મોરબી રેલવે સ્ટેશન રોડ પર આવેલ ધક્કાવારી મેલડી માતાના મંદિર નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો. એલસીબી ટીમે જરૂરી પૂછપરછ બાદ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે તાલુકા પોલીસ મથકે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






