વોર્ડ નં. ૨ના વીસીપરા મેઈન રોડની અત્યંત બિસ્માર હાલતને લઈને સ્થાનિક રહીશો અને કોંગ્રેસના આગેવાનોએ મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને રૂબરૂ તથા લેખિત રજૂઆત કરી તાત્કાલિક માર્ગનું સમારકામ કરવાની માંગ કરી હતી.
મોરબી શહેરના વોર્ડ નં.૨ વિસ્તારમાં આવેલા વીસીપરા મેઈન રોડની લાંબા સમયથી અત્યંત દયનીય સ્થિતિ હોવાના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે વીસીપરાના રહીશો અને કોંગ્રેસના આગેવાનો એકત્ર થઈ મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીને રૂબરૂ મળી તેમજ લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતમાં રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરી લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ ચેતવણી આપવામાં આવી હતી કે જો ટૂંક સમયમાં પ્રશ્નનો યોગ્ય ઉકેલ નહીં આવે તો સ્થાનિક રહીશો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.






